પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અભિયાન @ ભાટ,જાંબુઘોડા
●●● તારીખ 2.10.2021 ગાંધી જયંતી ●●● તારીખ 2.10.2021 ને ગાંધી જયંતીના રોજ આણંદ ખાતે કાર્યરત C to C (સ્વચ્છતા મિશન માટે માટે કામ કરતું એક સ્વૈચ્છિક સગઠન) ની કાર્ય પ્રણાલિકા મુજબ સતત 282 રવિવારથી ભારતભરની કોઈ પણ એક જગ્યાએ જઈને સ્વચ્છતા કરવી અને એ દ્વારા સ્વચ્છતા માટે લોક જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમ મુજબ આજરોજ જાંબુઘોડા અભયારણ્ય ખાતે એક પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન અભિયાન યોજાયું હતું.આ અભિયાનમાં આણંદ, વડોદરા, પેટલાદ, ઉમરેઠ વગેરે જગ્યાએથી 50 જેટલાં સ્વંય સેવકોએ એકત્રિત થઈને પ્રથમ રાઉન્ડમાં વનવિભાગની કચેરીથી ચાલુ કરીને આખા ભાટ ગામમાં ફરીને પ્લાસ્ટિક વીણીને દસેક જેટલી મોટી બેગ ભરીને કચરો એકત્રિત કર્યો હતો.આ પ્રસંગે ભાટ ગામના સરપંચશ્રી વાસુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર અભિયાનથી ગામ લોકોમાં કૌતુક અને જાગૃતિ જોવાં મળી હતી. બીજા રાઉન્ડમાં જંગલના રસ્તેથી પસાર થઈને રસ્તામાં જોવાં મળતો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો હતો.આ ઉપરાંત અગાઉના આયોજન મુજબ મધુભાન રિસોર્ટ તરફથી પ્રાપ્ત 5000 જેટલાં સીડ બોલ્સ્ આખા રસ્તે ફેંકવામાં આવ્યાં હતા...