Posts

Showing posts from September, 2023

374 મો રવિવાર લોટેશ્વર તળાવ, આણંદ

Image
સી ટુ સી પરિવારના સ્વચ્છતા અભિયાનનો 374 મો રવિવાર...તારીખ 17.9.23 આ દિવસે અમે બધાંએ આણંદના લોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને વ્યાયામ શાળા પાસેના તળાવની આસપાસ સ્વચ્છતા અને પ્લાસ્ટીક ઉપાડવાનું કામ કરીને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની 73મી જન્મ જયંતીની ઉજવણી એમના "મારું ભારત સ્વચ્છ ભારત" ના સ્વપ્ન અને સંકલ્પને પરિપૂર્ણ કરવાની નેમ સાથે આણંદ નગર પાલિકા સાથે ખભે ખભો મિલાવી સહભાગી બનીને લોટેશ્વર મહાદેવની પાછળના તળાવને પ્લાસ્ટિક મુક્ત કરવાના પ્રયાસ સાથે, અમારા આ કાર્ય થકી વડાપ્રધાનશ્રીને આ રવિવારની કાર્ય-સાધના અર્પણ કરી શુભકામનાઓ પાઠવી.

372મો રવિવાર કાવી કંબોઈ ખાતે...

Image
     સી ટુ સી પરિવાર અને સેતુ ટ્રસ્ટના ઉપક્રમે આજરોજ તારીખ 3.9.23 ને 375મા રવિવારે જંબુસર પાસેના પ્રસિદ્ધ શિવજી ધામ સ્તંભેશ્વર મહાદેવ ખાતે મંદિર પરિસર અને બીચ કિનારે સ્વચ્છતા કાર્યક્રમ, સ્વચ્છતા જાગૃતિ અભિયાન, અને શ્રાવણી મહિમા અંતર્ગત સી ટુ સી પરિવારના તમામ સદસ્યો સહિત સેતુ ટ્રસ્ટ સદસ્યો તેમજ મૂક બધિર બાળકો સહિત ભજનો સાથેનો શિવજી પૂજાનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં સીટુસી પરિવારના 50 જેટલાં સ્વંય સેવકો અને સેતુ ટ્રસ્ટના 40 મૂક બધિર વિધાર્થીઓ સહિત 60 જેટલી વ્યક્તિઓ આણંદથી ઉપસ્થિત રહ્યાં હતાં.      મંદિરના મહંતશ્રી સ્વામી વિધ્યાનંદજી એ સીટુસી પરિવાર અને સેતુ ટ્રસ્ટની આ કામગીરી માટે આ સ્થળ પસંદ કરવા ઉપરાંત સમગ્ર કાર્યક્રમથી પ્રભાવિત થઈને બન્ને સંગઠનોની ભરપૂર પ્રસંશા કરીને બિરદાવી હતી. તેમજ ભગવાન શિવજીના આશીર્વાદ આ બન્ને સંગઠનોને મળતાં રહેશે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.      આ પ્રસંગે પ્રસિદ્ધ યોગકુમારી પૂજા પટેલે ખાસ ઉપસ્થિત રહીને તમામ સમક્ષ યોગ નિદર્શન કરીને સૌને યોગ થકી શરીરના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર ભાર મૂકીને નિયમિત યોગ કરવા અ...