372મો રવિવાર કાવી કંબોઈ ખાતે...
સી ટુ સી પરિવાર અને સેતુ ટ્રસ્ટના ઉપક્રમે આજરોજ તારીખ 3.9.23 ને 375મા રવિવારે જંબુસર પાસેના પ્રસિદ્ધ શિવજી ધામ સ્તંભેશ્વર મહાદેવ ખાતે મંદિર પરિસર અને બીચ કિનારે સ્વચ્છતા કાર્યક્રમ, સ્વચ્છતા જાગૃતિ અભિયાન, અને શ્રાવણી મહિમા અંતર્ગત સી ટુ સી પરિવારના તમામ સદસ્યો સહિત સેતુ ટ્રસ્ટ સદસ્યો તેમજ મૂક બધિર બાળકો સહિત ભજનો સાથેનો શિવજી પૂજાનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં સીટુસી પરિવારના 50 જેટલાં સ્વંય સેવકો અને સેતુ ટ્રસ્ટના 40 મૂક બધિર વિધાર્થીઓ સહિત 60 જેટલી વ્યક્તિઓ આણંદથી ઉપસ્થિત રહ્યાં હતાં.
મંદિરના મહંતશ્રી સ્વામી વિધ્યાનંદજી એ સીટુસી પરિવાર અને સેતુ ટ્રસ્ટની આ કામગીરી માટે આ સ્થળ પસંદ કરવા ઉપરાંત સમગ્ર કાર્યક્રમથી પ્રભાવિત થઈને બન્ને સંગઠનોની ભરપૂર પ્રસંશા કરીને બિરદાવી હતી. તેમજ ભગવાન શિવજીના આશીર્વાદ આ બન્ને સંગઠનોને મળતાં રહેશે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પ્રસિદ્ધ યોગકુમારી પૂજા પટેલે ખાસ ઉપસ્થિત રહીને તમામ સમક્ષ યોગ નિદર્શન કરીને સૌને યોગ થકી શરીરના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર ભાર મૂકીને નિયમિત યોગ કરવા અને યોગને જીવનનો ભાગ બનાવવા તેમજ પોતે કેવી રીતે આગળ આવી તેની વાત રજૂ કરીને સૌને મુશ્કેલીઓથી ડર્યા વગર આગળ વધવાં અનુરોધ કર્યો હતો.
સ્તંભેશ્વર મહાદેવના પ્રસાદ બાદ કામચલાઉ ઊભા કરાયેલ મંડપ/સ્ટેજ પર શંખનાદ સાથે સૌ પ્રથમ સ્વચ્છતા જાગૃતિના સ્લોગન, જાહેરાત અને સૂચનાઓ અને સંદેશા સાથે બીચ કિનારે સ્તંભેશ્વર મહાદેવની હારમાં આવેલ લગભગ દોઢેક કિલોમીટર સુધીની દુકાનોની હાટડીઓના વેપારીઓને તથા ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુઓને સ્વચ્છતાનો સંદેશો આપતાં આપતાં સફાઈની પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કલાકેકની સફાઈ બાદ સૌ પુનઃ સભા મંડપમાં એકત્ર થયાં હતાં. જ્યાં સ્તંભેશ્વર મહાદેવના સ્વામી શ્રી વિધ્યાનંદજીએ સાત વર્ષથી વર્લ્ડ યોગિની રહેતી પૂજા પટેલ, ગુજરાત ની પ્રથમ પચાસ એમીનન્ટ વુમન પૈકીના એક એવાં પ્રજ્ઞાચક્ષુ શ્રી સુધાબેન પટેલ, નેશનલ એથેલેટ વેદાંશી પટેલ, વર્લ્ડ ક્રિકેટ રમી ચૂકેલા દિનેશ રાઠવા અને સેતુ ટ્રસ્ટના પ્રસિદ્ધિ પામેલાં સ્કેટર અગત્સ્ય વગેરેનું સન્માન કરી આશીર્વાદ આપ્યાં હતાં. તેમજ સીટુસી પરિવાર અને સેતુ ટ્રસ્ટની આ સેવાકીય તેમજ રાષ્ટ્રીય ઉત્થાન કરનારી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
બાદમાં વર્લ્ડ યોગિની પૂજા પટેલે એની અંગ કસરત કલા એટલે કે યોગના અદભૂત દાવો હાજર પબ્લિક અને શ્રદ્ધાળુઓ સમક્ષ રજૂ કરીને લોકોના દિલ મોહી લીધાં હતાં.
બાદમાં સેતુ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ દ્વારા મહાદેવના ભજનોની રમઝટ બોલાવી હતી. એમનો આ પ્રકારે સ્ટેજ પર પ્રથમ પબ્લિક પ્રોગ્રામ હતો. એમના ભજનોએ હાજર સૌના દિલ મોહી લીધાં હતાં.અને શ્રદ્ધાળુઓ તરફથી દાનની સરવાણી ફૂટી હતી.
કાર્યક્રમને અંતે સીટુસી પરિવાર અને સેતુ ટ્રસ્ટના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો વગેરે સૌ સદસ્યોએ સ્તંભેશ્વર મહાદેવની ખાસ પૂજા અર્ચના કરી હતી.
આ પ્રસંગે સેતુ ટ્રસ્ટ વતી શ્રી ચિરાગભાઈ પટેલ અને શ્રી સુધાબેન પટેલે તથા સીટુસી પરિવાર વતી શ્રી સુરેશભાઈ વાણીયા, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી આકાશ પટેલે સૌનો આ કાર્યક્રમમાં છેક આણંદથી પધારીને કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



























Comments
Post a Comment