તારીખ 31.10.2024 આજના દિવાળીના પવિત્ર અને પાવન પ્રસંગે તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે આણંદના સ્વચ્છતા જાગૃતિ અભિયાન અમે ઝુંબેશ માટે પ્રખ્યાત *CtoC પરિવાર* ના 432માં રવિવારની પ્રવૃત્તિ ઉપરાંત આજના આ મંગલમય દિવસે આણંદની કૃપાળુ રેસીડન્સી, મોગરી ગોકુલ ધામ સોસાયટી,મોગરી સત્યમ શિવમ સુંદરમ, મોગરી આધ્ય લેક વ્યુ, આણંદ બ્લ્યુ હેવન, જનતા ચોકડી સનશાઈન બંગલોઝ, સાંગોડપૂરા હેરિટેજ ફ્લેટ, ઉમા ભવન વગેરે સોસાયટીઓમાં ઘરે ઘરે *પ્લાસ્ટિક મુક્ત ભારત* અંતર્ગત સદર સોસાયટીના રહીશોને કાપડની 2000 જેવી થેલીઓનું વિતરણ કરીને, લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીના ઉપયોગ દ્વારા પોતાની જાતને, પોતાના ઘરને, ગામને, રાજ્યને અને દેશને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંદેશો પહોંચાડ્યો હતો. આજના આ કાર્યક્રમમાં સર્વેશ્રી ઘનશ્યામભાઈ, સુરેશભાઈ, અલ્પેશભાઈ, રાકેશભાઈ, કૌશલભાઈ, નરેન્દ્રભાઈ અને જયંતીભાઈ સહિત અન્ય સ્વયં સેવકોએ જોડાઈને પ્લાસ્ટિક ઉપવાસ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપરોક્ત તમામ સોસાયટીના રહીશો તરફથી આજના આ કાર્યક્રમને આવકાર અને સ્વીકાર પ્રતિસાદ ઉત્તમ ...