તારીખ 2.10.2021 ને ગાંધી જયંતીના રોજ આણંદ ખાતે કાર્યરત C to C (સ્વચ્છતા મિશન માટે માટે કામ કરતું એક સ્વૈચ્છિક સગઠન) ની કાર્ય પ્રણાલિકા મુજબ સતત 282 રવિવારથી ભારતભરની કોઈ પણ એક જગ્યાએ જઈને સ્વચ્છતા કરવી અને એ દ્વારા સ્વચ્છતા માટે લોક જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમ મુજબ આજરોજ જાંબુઘોડા અભયારણ્ય ખાતે એક પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન અભિયાન યોજાયું હતું.આ અભિયાનમાં આણંદ, વડોદરા, પેટલાદ, ઉમરેઠ વગેરે જગ્યાએથી 50 જેટલાં સ્વંય સેવકોએ એકત્રિત થઈને પ્રથમ રાઉન્ડમાં વનવિભાગની કચેરીથી ચાલુ કરીને આખા ભાટ ગામમાં ફરીને પ્લાસ્ટિક વીણીને દસેક જેટલી મોટી બેગ ભરીને કચરો એકત્રિત કર્યો હતો.આ પ્રસંગે ભાટ ગામના સરપંચશ્રી વાસુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર અભિયાનથી ગામ લોકોમાં કૌતુક અને જાગૃતિ જોવાં મળી હતી.
બીજા રાઉન્ડમાં જંગલના રસ્તેથી પસાર થઈને રસ્તામાં જોવાં મળતો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો હતો.આ ઉપરાંત અગાઉના આયોજન મુજબ મધુભાન રિસોર્ટ તરફથી પ્રાપ્ત 5000 જેટલાં સીડ બોલ્સ્ આખા રસ્તે ફેંકવામાં આવ્યાં હતાં.આ સમગ્ર અભિયાન દરમ્યાન વન વિભાગના અધિકારીશ્રી રાજુભાઈ બારીઆ અને સિક્યુરિટી ગાર્ડસ્ સમગ્ર અભિયાન દરમિયાન સાથે રહીને રસ્તા અંગે માર્ગદર્શન અને સહકાર પૂરાં પાડ્યાં હતાં.
અભિયાનને અંતે સ્વંય સેવકો પ્રેરિત સ્વચ્છતાનો સંદેશો આપતું શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું.બાદમાં સૌએ ભેગાં મળીને સ્વચ્છતા જાળવવાના,ગંદકી અટકાવવાના, પ્લાસ્ટિક નહીં વાપરવાના શપથ લીધાં હતાં.C to C પરિવાર વતી વનવિભાગને પક્ષીઓ માટેના કુંભાર અર્પણ કરવામાં આવ્યાં હતા.તેમજ કાર ચાલકો માટે કારમાં રખાય એવી ડસ્ટ બીનનું વિતરણ કરવામાં આવ્યુ હતું.છેલ્લે અભિયાનમાં સામેલ સૌને શ્રી રાજુભાઈના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.
C to C પરિવારના શ્રી સુરેશભાઈ વાણિયા, શ્રી આકાશ પટેલ, શ્રી નરેશભાઈ પંચાલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ,શ્રી જયંતીભાઈ પરમાર વગેરેની આગેવાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમ વિના વિઘ્ને પાર પાડ્યો હતો.
જાંબુઘોડા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રણવીરસિંહ પુવારના માર્ગદર્શન હેઠળ સંયુક્ત કાર્યક્રમનું આયોજન થયું હતું.આ કાર્યક્રમમાં ભાટ ગામના તલાટીશ્રી, સરપંચશ્રી,ભાટ ઇકો ટુરિઝમ સેન્ટર ના ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ બારીયા, કમિટી મેમ્બર હર્ષદભાઈ, સંજયભાઈ, મહેશભાઈ, રામુભાઇ, ફોરેસ્ટ વિભાગના દક્ષાબેન, લલીતાબેન તથા સી ટુ સી પરિવાર આણંદના 54 જેટલા સ્વયંસેવકો ભેગા મળી સફાઈ જાગૃતિ કાર્યક્રમ કરી "ગાંધી જયંતી" ની ઉજવણી કરી હતી. વનવિભાગ વતી શ્રી રાજુભાઈએ C to C ની આ પ્રવૃત્તિઓના ભરપૂર વખાણ કર્યાં હતાં.અને તમામ માટે ચ્હા-પાણી-નાસ્તો અને બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
ગાંધીજયંતી, બીજી ઓક્ટોબર ૨૦૨૧ ને શનિવાર ના રોજ સી ટુ સી પરિવાર અને જાંબુઘોડા વન્યવિભાગ સાથે મળી *"પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન"* મહા-અભિયાન કરવામાં આવશે. તથા જંગલમાં સીડ-બોલ નાખવામાં આવશે.
સ્થળ: ભાટ ઇકો ટુરીઝમ સાઈટ, ભાટ, જામ્બુઘોડા.
તા. ૨ ઓક્ટોબર ૨૦૨૧
*કાર્યક્રમ ની રૂપરેખા*
આણંદ થી સવારે ૮.૦૦ કલાકે રવાના થઈશું....
૧૦.૦૦ કલાકે ભાટ કેમ્પ સાઈટ પહોચી.. ચા-નાસ્તો કરી ટીમ પાડીશું
કેમ્પ સાઈટ થી ગાગલ માતા (૬કિમિ) જંગલ ટ્રેક વિથ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન
૨.૦૦ કલાકે કેમ્પ સાઈટ પાછા આવીશું... ભોજન લઈશું.
3.૦૦ કલાકે સર્ટીફીકેટ વિતરણ
૪.૦૦ કલાકે આણંદ જવા રવાના.
*રજીસ્ટ્રેશન જરૂરી છે. (વોટ્સએપ - 9327689056)*
*૩૦ તારીખ, ગુરુવાર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી નામ નોધાવી દેવા.*
*રજીસ્ટ્રેશન શું સામેલ હશે?*
૧. જંગલ એન્ટ્રી ફી
૨. ચા-નાસ્તો
૩. બપોરનું ભોજન
૪. સી ટુ સી ની ટી શર્ટ હોય તો પહેરી આવવું
*કેવી રીતે પહોચવું?*
બાઈક/કાર કે બસ દ્વારા
આણંદ - હાલોલ - પાવાગઢ - શિવરાજપુર
શિવરાજપુર થી ૨.૫ કિમી ભાટ ઇકો-ટુરીઝમ કેમ્પ સાઈટ
*સાથે શું-શું લાવવું?*
ફૂલ સ્લીવ શર્ટ, જીન્સ, કેપ, શુઝ, રેઇનકોટ, છત્રી, પાણી ની બોટલ... સાથે લાવવી.
●●● સૂચનાઓ ●●●
ફોરેસ્ટ વિભાગ ને નામ આપવાના હોવાથી દરેક વ્યક્તિ માટે *રજીસ્ટ્રેશન જરૂરી છે.*
*૩૦ તારીખ, ગુરુવાર રાત્રે ૮.૦૦ વાગ્યા* સુધી પોતાના નામ નોધાવી દેવા. *લીમીટેડ એન્ટ્રી* હોવાથી વહેલી તકે નામ નોધાવી દેવા...
*નામ - ઉમર -ફોન નંબર લખી વોટ્સએપ કરો - 9327689056*
*રજીસ્ટ્રેશન નિશુલ્ક છે. તેમાં નીચે મુજબ સામેલ હશે*
૧. જંગલ એન્ટ્રી ફી
૨. ચા-નાસ્તો
૩. બપોરનું ભોજન
૪. સી ટુ સી ની ટી શર્ટ હોય તો પહેરી આવવું.
●●● સ્મૃતિઓ...321+26+ ●●●
- સમાચાર પત્રોમાં નોંધ -
- સંકલન અને રજૂઆત -જયંતીભાઈ આઈ.પરમાર
🙏🙏🙏
khub j saras....
ReplyDelete