ઉતરાયણ નિમિત્તે ગૌ સેવા...
જય હિન્દ *C To C સંસ્થા ધ્વારા રાષ્ટ્રીય સેવા સંઘ અને વિ.હી.પ. સાથે મળી ગૌ સેવા યજ્ઞ*
*પુણ્ય કમાવવા જતા ક્યાંક પાપ તો નથી કરતા ને???? વાંચો અને મિત્રો માં કુટુંબ માં આ વિષયની સમજ આપો*
*ખબર છે ઉતરાયણ પછી ગાયો બીમાર કેમ થાય છે*
દોસ્તો નજીક માં મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી ના રોજ આવે છે.... *દાન કરી પુણ્ય કમાવવા નો રૂડો અવસર* ...સંતો નો વાર્ષિક ઝોળી પર્વ અને ગાય માતા ને ઘૂઘરી અને ગોળ ખવડાવી ને ગૌ માતા નો રાજીપો મેળવવા નો અવસર......
પણ દોસ્તો તમને ખબર છે આ દિવસે જે લોકો ગાય ને બાફેલી બાજરી કે ઘઊ અને ગોળ ખવડાવે છે તેનું પરિણામ કેટલું ગંભીર આવે છે ?
જેમ આપણે રોજ ખીચડી કઢી ને રોટલા રોટલી ખાઈએ છીએ પણ જ્યારે અચાનક એક દિવસ 56 ભોગ જમી લઈએ પછી જે હાલત થાય તે સૌ ને ખબર છે...
તેવી જ રીતે એક અબોલ પ્રાણી ને કેટલું ખાવું તે ખબર હોતી નથી અને દરેક જગ્યાએ પુણ્ય કમાવવા ની લાય માં ઘૂઘરી ને ગોળ મૂક્યા હોય તે ગાય અક્રટીયુ ખાય છે અને પાણી પીવે છે પછી આફરો ચડે છે... અને એક તારણ મુજબ ઉતરાયણ પછી સૌથી વધુ ગાય બીમાર થાય છે અને ગૌ રક્ષક દળ અને ગૌ સેવા કરતા વાડા ને ખૂબ મહેનત કરવી પડતી હોય છે...
*ઉપાય*
દાન કરીશું જ પણ થોડું અલગ રીતે....
દરેક ફળિયા/સોસાયટીમાં અમુક કાર્યકરો દ્વારા તમારા દાન સ્વીકારવા માટે આયોજન કરીશું. જ્યાં તમારે બાજરી, ઘઉં અને ગોળ તમારી ઈચ્છા મુજબ આપશો.. આ *અનાજ(દાન) 13 જાન્યુઆરી 2022* સુધી આપ આપી શકો છો..
આ ભેગું થયેલ અનાજને યોગ્ય રીતે રાંધી અને પાંજરા પોળમાં, જ્યાં ફક્ત બીમાર, અશક્ત કે બાખડી ગાયોની સેવા ચાકરી કરીએ છીએ ત્યાં અમે 14 જાન્યુઆરીએ ખવડાવીશું અને વધેલું અનાજ યોગ્ય પાંજરાપોળ માં અને આયોજનબદ્ધ રીતે રખડતી ગાયો ને માપસર આપીશું, જેથી ઓવર ડોઝ ના થાય, ગાયો ને આફરો ના ચડે, અનાજ નો પણ વ્યય ના થાય.
સૌને નમ્ર અપીલ છે કે આ કાર્ય માં સૌ જોડાય, અને જે લોકો પોતે શ્રમ દાન આપવા તૈયાર હોય તે લોકો ફોન કરજો..અમે ખાલી કોથળી મોકલી આપીશું ફક્ત તમારે સોસાયટી માં લોકો ને સમજ આપી અને કોથળીઓ એક જગ્યાએ મુકી દેવી, તો જેને જે દાન કરવું હોય તે કોથળી માં મુકી જાય પછી અમે તે આવી ને લઈ જઈશું...
*આવો ગૌ સેવા કરીએ ગૌ હત્યા નહીં*
જેને સેવા માટે શ્રમ દાન આપવું હોય તે સંપર્ક કરે..
જય હિન્દ!
અલ્પેશ પટેલ મોગરી *9924867904*
ધર્મેશ પટેલ *8485971923*
પ્રકાશ રાજપૂત *9879787434*
ઉમેશ ઠક્કર *9974976077*
આકાશ રાવ *7359392009*
.. દરેક ગામમાં આ કાર્ય થાય તો સારું
Comments
Post a Comment