ગળતેશ્વર ડાયરી...

તારીખ ૧૩મી ફેબ્રુઆરી 2022 રવિવાર 

C to C પરિવાર માટે આ દિવસ સ્વચ્છતા જાગૃતિ અંગેનો એક અણમોલો સેવાનો દિવસ...

આ દિવસે પરિવારના તમામ સભ્યોએ નક્કી કર્યું કે આ વખતે આ રવિવારે ગળતેશ્વર મુકામે જવું છે અને મહાદેવના મંદિરમાં, તેની આસપાસના વિસ્તારમાં, તેમજ નદી કિનારે પ્લાસ્ટિક ઝુંબેશ ઉપાડીને લોકોને સ્વચ્છતાનો સંદેશો ફેલાવવો છે. આમ C to Cની ટીમ પોતાના વાહનોમાં સ્વખર્ચે 11 વાગ્યે ત્યાં પહોંચી ગઈ હતી. અને 11 થી દોઢ વાગ્યા સુધીમાં સરપંચશ્રી કિરણભાઈ પટેલ તથા સ્થાનિક સફાઈ કામદારો ની મદદથી દુકાનોની હારમાળાથી  ચાલુ કરી અને નદી કિનારે તેમ જ  રસ્તામાં તમામ જગ્યાએથી કચરો ઉપાડીને પ્લાસ્ટિક વગેરે ભેગાં કરીને સ્વચ્છતાનો સંદેશ માઇક દ્વારા ફેલાવ્યો હતો.કેટલાંક સ્થાનિક લોકોના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા. સરપંચશ્રી કિરીટભાઈ પટેલની હાજરીમાં હાજર યાત્રાળુઓ પાસેથી સ્વચ્છતાના શપથ લેવડાવામાં આવ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી અમીતભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી નરોત્તમભાઈ, શ્રી અશ્વિનભાઈ,  શ્રી સંદીપભાઈ, શ્રી જયંતીભાઈ, શ્રી મેહુલભાઈ, શ્રી અશોકભાઈ વગેરેનો ઉલ્લેખનીય ફાળો રહ્યો હતો.




































































































Comments

Popular posts from this blog

377 મો રવિવાર...ન્યુ બસ સ્ટેન્ડ, આણંદ

31.10.24 દિવાળી અને સરદાર પટેલ જયંતીના પાવન પર્વે