359 માં રવિવારે નવતર અભિગમ સાથે આગળ વધતું CtoC

     આજરોજ સવારે 7.30 ની આસપાસ આણંદમાં સવારે અચાનક એક લઘુ, પણ ભયાનક વાવાઝોડું ત્રાટકીને પસાર થઈ ગયું. કોઈ આગાહી નહોતી કે કોઈ અગમચેતી પણ હતી નહીં. વાવાઝોડું એટલું ભયાનક હતું કે નજરે જોનાર ભયભીત થઈ ઊઠે. ભારે પવન, ધૂળ-કચરાંની ડમરીઓ, વીજળીના કડાકા-ભડાકા અને વરસાદ. લોકો અને તંત્ર ઉંઘતા ઝડપાયાં. લગભગ 45 મિનિટના આ વાવોઝોડાંએ કુદરતની તાકાત અને માણસની લાચારીના દર્શન કરાવી દીધાં હતાં.

      આજના 359માં રવિવારે CtoC એ રાખેલ જાહેર જગ્યાઓએ માળા બાંધવાનો તથા અમુક સોસાયટીઓમાં માળા  વિતરણના કાર્યક્રમમાં ફેરફાર કરીને ભેગાં મળેલાં સભ્યોએ આજના અચાનક આવેલાં વાવોઝોડાંએ કરેલ વિનાશ અને નુકસાનીનો સર્વે તેમજ રસ્તા વચ્ચે પડેલાં વૃક્ષોને હઠાવવા માટે તંત્રને સહાય કરવાનું બીડું ઝડપી લીધું હતું. CtoC ટીમે આણંદ, વિધ્યાનગર અને કરમસદમાં રાઉન્ડ મારીને પડી ગયેલાં સેંકડો વૃક્ષો, વીજપોલ, હોર્ડીંગ્સ્ ,ઉડી ગયેલ છાપરાં, કચડાઈ ગયેલ વાહનો, ડૂલ થયેલ વીજળી અને ભરાઈ ગયેલ પાણી વગેરેનો સર્વે કરી, અંતે સંગઠનના મુખ્ય મથકે પરત ફરીને મીટિંગ કરી આ પ્રકારની આફતોમાં CtoC ની શું ભૂમિકાઓ હોઈ શકે અને કેવી રીતે તંત્રને અને લોકોને સહાયરૂપ બની શકાય એની ચર્ચા-વિચારણા કરી હતી.

























































Comments

Popular posts from this blog

377 મો રવિવાર...ન્યુ બસ સ્ટેન્ડ, આણંદ

31.10.24 દિવાળી અને સરદાર પટેલ જયંતીના પાવન પર્વે