378 મો રવિવાર...રાજમાર્ગ અને સોસાયટીઓ...
સ્વચ્છતા જાગૃતિ અભિયાન... આજરોજ 378 માં રવિવારે C to C પરિવારના સભ્યોએ એલીકોન સર્કલથી શરુ કરીને ADIT કોલેજ સુધીના રાજમાર્ગ પર કલેક્ટરશ્રી દ્વારા થયેલ સફાઈ, વૃક્ષ કટીંગ, પાણી નિકાલ વગેરે જેવાં સફાઈને લગતાં પ્રશ્નો અને મૂલ્યાંકન/અવલોકન અર્થે એક બાઈક રેલી કાઢીને આ વિસ્તારની સોસાયટીઓમાં ઘેર ઘેર ફરીને સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં પણ કલેક્ટરશ્રીની મુલાકાત-ઉપસ્થિતિથી સૌ સભ્યોનો ઉત્સાહ બેવડાયો હતો. રેલીને અંતે એક લઘુ નાટિકાના રેકોર્ડિંગ દ્વારા સ્વચ્છતા અંગેનો એક સુંદર મેસેજ લોકોને પહોંચાડવામાં આવ્યો હતો.